Highest Return: આ શેરે સામાન્ય વ્યક્તિને બનાવી દીધાં કરોડપતિ! આપ્યું 70,000% રિટર્ન
12 નવેમ્બર 1999ના રોજ રિલેક્સો ફૂટવેરના શેરની કિંમત 1.46 રૂપિયા હતી. અત્યાર સુધીમાં આ શેરે રોકાણકારોને 69,855 ટકાનું રિટર્ન આપ્યું છે. તે સમયે આ શેમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરનાર રોકાણકાર હાલ 55 કરોડ રૂપિયાના માલિક છે.
Relaxo Footwears Share Price: શેરબજારમાં કોણ ક્યારે કિંગ બની જાય તે કહી નથી શકાતું. ઘણી વાર સામાન્ય રોકાણકારને આયોજનપૂર્વકનું રોકાણ માલામાલ કરી દે છે તો કેટલીક વખત પૂરતી વિચારણા કર્યા વિનાનું રોકાણ પણ વ્યક્તિને મોટો ફાયદો કરાવે છે. આજે અમે આપને એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ, જેમાં એક સમયે એક લાખ રૂપિયાના રોકાણનું મૂલ્ય આજે 55 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ વાત મજાક નહીં પણ હકીકત છે.
એક લાખ રૂપિયાને 55 કરોડ રૂપિયા બનાવનાર આ શેર છે રિલેક્સો ફૂટવેર (Relaxo Footwears). એક સમયે આ શેર એક પેની સ્ટોક હતો. દેશની સૌથી મોટી ફૂટવેર નિર્માતા કંપની રિલેક્સોએ રોકાણકારોને 23 વર્ષમાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે. 1984માં શરૂ થયેલી આ કંપની હાલ દેશની ટોપ 500 સૌથી વેલ્યુએબલ કંપનીઓમાં સામેલ છે. શરૂઆતથી અત્યાર સુધી કંપની ત્રણ વખત બોનસ આપી ચૂકી છે. કંપનીના બોનસ શેરનો ફાયદો એ રોકાણકારોને જ થયો, જેમણે શરૂઆતમાં કંપનીમાં રોકાણ કર્યું હતું.
1999માં શેર 1.46 રૂપિયાનો હતો-
રિલેક્સો ફૂટવેરના શેરની બીએસઈ પર કિંમત હાલ 1023 રૂપિયાની આસપાસ છે. જો કે 12 નવેમ્બર 1999ના રોજ આ શેરની કિંમત 1.46 રૂપિયા હતી. એટલે કે 1999થી અત્યાર સુધીમાં આ શેરે રોકાણકારોને 69,855 ટકાનું રિટર્ન આપ્યું છે. તે સમયે આ શેમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરનાર રોકાણકાર હાલ 55 કરોડ રૂપિયાના માલિક છે.
Relaxoની બોનસ હિસ્ટ્રી-
જો 1999માં આ શેરમાં કોઈએ 1.46 રૂપિયાના દરે એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો તેને 68,493 શેર મળ્યા હશે. કંપનીએ 8 ડિસેમ્બર 2000ના રોજ પહેલી વાર 1:1ના પ્રમાણમાં બોનસ શેર ઈશ્યુ કર્યા હતા. જેનાથી રોકાણકારના શેર વધીને 1,36,986 થઈ ગયા. ત્યારબાદ એક જુલાઈ 2015 અને 26 જૂન 2019ના રોજ કંપનીએ ફરી બોનસ શેરની જાહેરાત કરી. હાલની સ્થિતિ એ છે કે શરૂઆતમાં 68,493 શેર ખરીદનાર રોકાણકાર અત્યારે 5,47,944 શેરનો માલિક છે. 1024 રૂપિયાના ભાવે રોકાણ 55 કરોડ રૂપિયાને આંબી ગયું છે..